આ બધાય દર્દમાં જિંદગી જીવવી ફરજિયાત છે,
અહીં શ્વાસે-શ્વાસે રૂંધાવું વિરહી ફરજિયાત છે.

નહિ મળે પ્રણયની દવા દર્દી સારવાર ફરજિયાત છે,
શણગારેલી દુ:ખની ઝૂંપડીયે વલી રહેવું ફરજિયાત છે.

હસતા ચહેરાની પાછળ આંસુ રાખવા ફરજિયાત છે,
સાચા નહિ પણ ખોટા વ્યવહાર રાખવા ફરજિયાત છે.

ભલે હોય સઘળું પાસે ખુદા પાસે માગવું ફરજિયાત છે,
બિછાવે કોય હજારો કાંટા મજલે ચાલવું ફરજિયાત છે.

ગિરિમાલસિંહ ચાવડા "ગીરી"

Gujarati Whatsapp-Status by Chavda Girimalsinh Giri : 111649387

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now