#શબ્દરંગ
#વસંત
કેસરિયા વાધામાં સુંદર
કેસુડો વસંતમય થયો,
કેવી સુંદર વસંતની સવારી આવી.
આંબાડાળે મહોર ફૂટ્યાં,
કોયલનો ટહુકાર થયો,
કેવો રૂમઝુમ વસંતનો હુંકાર થયો.
ગુલાબની ખુશ્બુ પ્રસરી,
ભમરાનું ગુંજન રેલાયું,
કેવું શરમાતું વસંતનું હાસ્ય ફેલાયું.
ઝાંકળની બુંદોમાં તેજ પ્રગટ્યું,
પવન સાથે ખુશનુમા પ્રભાત થઈ,
કેવું તેજસ્વી વસંતનું આગમન થયું.
ડાળીયે નવી કુંપણ ફુંટી,
પાનખરે ખુશીથી વિદાય લીધી,
કેવા રૂડા વસંતનાં વધામણાં થયાં.
-Dr Hina Darji

Gujarati Poem by Dr Hina Darji : 111648265

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now