જીવનમાં સુખ અને દુઃખ તાણાવાણાની જેમ જોડાયેલ છે. બંને ને એકબીજાથી અલગ કરવા ખૂબ જ મુશ્કેલ છે.દુઃખ પછી સુખ અને સુખ પછી દુખ જીવનમાં આવતાં જ રહે છે.એટલે જ કહેવાયું છે કે,સુખમાં છકી ન જવું અને દુઃખમાં ડગી ન જવું.

વ્યક્તિ સાચું જીવન તો ત્યારેજ જીવેલો કહેવાય જ્યારે સામે પરિસ્થિતિ ગમે તેવી હોય પણ એ પરિસ્થિતિને પણ એ એક અવસર બનાવી ને જીવે.દરેક પરિસ્થિતિ જીવનમા કઈક ને કઈક નવી શીખ આપે છે.એટલે પ્રભુ જેવી પરિસ્થિતિમાં રાખે એ પરિસ્થિતિ નો સ્વીકાર કરી સુદામાની જેમ પ્રભુનો ધન્યવાદ માણવો જોઈએ.

જો જીવનમાં કોઈપણ સંકટ આવે તો એની માટે માતા કુંતીની જેમ પ્રભુનો ધન્યવાદ માનવો જોઈએ.અને પ્રભુને કહેવું જોઈએ કે હે પ્રભુ જો તુ મને દુઃખ જ નાં આપત તો હુ તારુ સ્મરણ કઈ રીતે કરતે.આજે આપણે બધા પણ એવું જ કરીએ છીએ કે પ્રભુનું સ્મરણ જયારે આપણા પર કોઈ મુશ્કેલી આવે ત્યારે જ કરીએ છીએ. એટલે જ તો ઓલું ભજન  બનાવવામાં આવ્યુ છે ને, "હુ તને ભજુ છુ રવિવારે બાકી ક્યાં છે સમય પ્રભુ મારે."

બસ પ્રભુનો ઉપકાર માનો કે હે પ્રભુ હુ સુખમાં છકી ન જાઉ એટલે તમે મને દુઃખ આપો છો.બસ પ્રભુ મને દુઃખને સહન કરવાની શક્તિ આપો.

સુખ કે દુઃખ કોઈપણ પરિસ્થિતિ હોય એમાં પ્રભુનો દિલથી ઉપકાર માનો.

બસ આપણે તો એક જ બાબત યાદ રાખવાની,

"राही मनवा दुःख की चिंता क्यों सताती है,दुःख तो अपना साथी है।
सुख है एक छाँव ढलती, आती है जाती है दुःख तो अपना साथी है।"

Rajeshwari Deladia

Gujarati Good Morning by Rajeshwari Deladia : 111648043
paresh patel 3 years ago

Absolutely correct 👍

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now