ગઝલ બનું...
જો તું ગાઈ શકે તો હું ગઝલ બનું
તું સુલઝાવે તો હું પઝલ બનું...
તું વાંચી શકે તો કવિતા બનું
તું શબ્દ સમજે તો હું તેનો અર્થ બનું...
તું શોધે હદયમાં તો હું શ્વાસ બનું
તારા જીવન ની છેલ્લી આશ બનું...
તું સમજે તો હું સ્નેહ નો ધોધ બનું
તું સાગરખેડુ હું તારી નાવ બનું...
તું બને સાગર તો હું સરીતા બનું
શીતળ જલધારા બનું તુજ માં મળું...
તું બને દર્પણ તો હું પ્રતિબિંબ બનું
મારું અસ્તિત્વ તુજ ને અર્પણ કરું...
તું રાત્રી બને તો હું શમણું બનું
તારાં નયનો ને મનગમતું બનું...
તું નિમિત બને તો હું માત્ર બનું
તારી કલ્પનાઓ નું હું પાત્ર બનું...
તું બને ઈશ્વર તો હું ભક્ત બનું
તું ભક્તિ હું તારી શક્તિ બનું...
તું પર્ણ હું તારી શાખ બનું
તું પંખી હું પંખ ગગનમાં ઉંડુ...
તું ઝેર હું તારું મારણ બનું
તારાં અનુમાનો નું હું તારણ બનું...
તું છીપ હું મોતી જાણે દિપ અને જ્યોતિ
તું ગગન હું ધરા તું કહે તો ક્ષિતિજે મળું...
#shabdbhavna

Gujarati Blog by bhavna : 111647346
वात्सल्य 3 years ago

સરસ.............. અભિવ્યક્તિ

bhavna 3 years ago

આભાર 💐🙂

Bakul 3 years ago

આફ્રિન આફ્રિન... જય હો 🙏 ખુબ સરસ અને અદભુત કવિતા રચી છે ... હૃદય ઝંકૃત થઇ ગયું..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now