#શબ્દરંગ

તારા સ્વરમાંથી નીકળતો આ કેવો નાદ છે,
સાંભળવું છે અનંત સુધી પણ કર્ણ થંભી જાય છે.

તારા નયનોમાંથી વરસતો આ કેવો સંદેહ છે,
જોવું છે અનંત સુધી પણ નજર થંભી જાય છે.

તારા કદમોનાં સાથનો આ કેવો પ્રવાહ છે,
ચાલવું છે અનંત સુધી પણ કદમ થંભી જાય છે.

તારા ઉરમાંથી છલકાતો આ કેવો નેહ છે,
પામવો છે અનંત સુધી પણ હૈયું થંભી જાય છે.

તારા ધબકારાની લયનો આ કેવો પ્રભાવ છે,
જીવવું છે અનંત સુધી પણ જીવન થંભી જાય છે.

તારા વિરહની વેદનાનો આ કેવો અંજામ છે,
જીરવવું છે 'હિના' અનંત સુધી પણ દરદ થંભી જાય છે.

-Dr Hina Darji

Gujarati Poem by Dr Hina Darji : 111647165
shekhar kharadi Idriya 3 years ago

અત્યંત સુંદર અભિવ્યક્તિ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now