ખૂબ હસાવે અને ખૂબ રડાવે પણ છે જિંદગી, જો ના સમજીએ સમયે તો ગૂઢ વિષચક્ર છે જિંદગી.... (૧)
સૂર્ય નાં ઉગતાં કિરણોસમ ઉર્જામય છે જિંદગી, ભટકતા નિશાચર જીવ સમ ઘોર અંધકાર પણ છે જિંદગી.... (૨)
જો દિલ ખોલીને કરો હષોઁઉલલાસ, તો ઉત્સવ છે જિંદગી, ગમગીની માં ડૂબી રહો એકલમય,તો ઘોર અંધકાર પણ છે જિંદગી.... (૩)
જો કરો વિશ્વાસ ખુદ પર, તો નિશચલ જીત છે જિંદગી, જો પડયા રહો લોલુપ વિષચક્ર માં, તો કાયમની હાર છે જિંદગી.... (૪)
તોલો સુવર્ણ સમ કિમતી, તો વરદાન છે જિંદગી, મૂલવો કથીરસમ ક્ષુલ્લક, તો અભિશાપ છે જિંદગી.... (૫)
જો કરો સંઘર્ષ અખૂટ, તો અનંત અવકાશ છે જિંદગી, કરો વિશ્વાસ પરમાત્મા પર, તો હર ક્ષણ યથાર્થ છે જિંદગી.... (૬)

-Dr. Brijesh Mungra

Gujarati Whatsapp-Status by Dr. Brijesh Mungra : 111646966

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now