મને પહાડ ગમે..
ઉંચુ એક આકાશ ગમે...
દુનિયાથી દુર પેલા વાદળ પણ ગમે...

મને પાણી ગમે...
વહેતી એક નદી ગમે...
દરિયાની ખારાશ પણ ગમે...

મને ધરા ગમે...
જ્યાં છું, એ જગ્યા ગમે...
કુદરતની આ ઉદારતા પણ ગમે...

મને માણસ ગમે...
માણસની માણસાઈ ગમે...
ઈશ્વરની ગજબ કરામત પણ ગમે...

મને જીવન ગમે...
હાસ્યની દરેક ક્ષણ ગમે...
આંસુ ચાખવાના અવસર પણ ગમે...

અને અંતે...!!
મને "હું" ગમું...
જાત સાથે થતી વાત પણ ગમે...

-SHILPA PARMAR "SHILU"

Gujarati Thought by SHILPA PARMAR...SHILU : 111646603

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now