Gujarati Blog videos by Dakshesh Inamdar Watch Free

Published On : 16-Jan-2021 07:11pm

271 views

સહુ વાચકોને વિનંતી આપનો મત અભિપ્રાય આપશો.🌹🙏🌹

🌹બાત દિલકી...મારા મત અનુસાર..🌹
ભયાનક...ભયંકર...હોરર...
વાત કરું વાર્તા નવલકથાની..
જીવનમાં કોઈ ઘટના બને એનાં ચોક્કસ કારણ હોય છે. પ્રકૃતિ સહુની જુદી જુદી હોય ભલે બધા શ્રુષ્ટિની એકજ પ્રકૃતિમાં જન્મ્યા અને જીવતા હોય.
ભયંકર કે ભયાનક . હોરર લખવું વિચારવું એ પ્રકૃતિની વિકૃતિ હોઈ શકે. કલ્પના અમાપ હોય છે અમર્યાદિત વિચારશીલતાનું નિરૂપણ હોય છે.
ભયાનકતાનું નિરૂપણ કે લખાણ કલ્પના શક્તિ છે એ શેતાની કથાઓનાં પાત્રનું નામ દેશી કે વિદેશી એનાથી ફરક નથી પડતો વાતની રસપ્રચુરતા પર આધાર રાખે છે. દરેકની લખવાની હથોટી જુદી જુદી હોય છે.
મારાં મતે અધારવિહીન કલ્પનાનું કારણ નથી હોતું. માનવજીવનને સ્પર્શતા પ્રસંગોને પ્રેમ લાગણી સાથે પરોવી ભયાનક બનતી ઘટના લખવી મને ગમે છે.અચાનક બનતી ઘટના વિકૃત રીતે શબ્દ શણગાર કરી લખી રજૂ કરવી નથી ગમતી.ભયાનકતા વધુ ભયંકર રીતે લખવી સરળ છે પણ વાસ્તવિકતાનાં સ્પર્શ સાથે લખવાથી એનો રંગ જુદોજ હોય છે એ કાલ્પનિક કરતા વધુ વાસ્તવિક લાગે છે. આપણામાંથી કોઈ સાથે સાચેજ બન્યું હોય એવું લાગે છે.
ભૂત, પલિત, પ્રેત, શેતાન,પિશાચ ,ડાકણ, રાક્ષસનું અસ્તિવ જાણે શ્રુષ્ટિમાં સાચેજ હશે? આવાં નામ ઉપનામ આપણા શાસ્ત્રોમાં કે સંસ્કૃતિમાં જોવા વાંચવા મળે છે. એક હકારાત્મક અને બીજી કાળી નકારાત્મક શક્તિ...પરદેશી ભાષાનાં શબ્દો..ઘોસ્ટ, ડેમન, મોન્સ્ટર ,વિચ,ઘાઉલ ,એવીલ સ્પિરિટ, વેમ્પાયર, આવાં નામ હોઈ શકે.
હોરર કથાઓમાં પણ કોઈ ચોક્કસ હાર્દ હોવું જરૂરી છે કોઈ ચોક્કસ કારણથી આવી નકારાત્મક શક્તિઓ ઉદભવે છે માત્ર ભયાનકતા કે હોરર એમજ વર્ણવી થતું લખાણ હાર્દ વિનાનું લાગે છે...પ્રેમ લાગણી અને વફાદારી કે એની વિરુદ્ધની ક્રૂરતા દગો મળે કે લાગણીને ઊંડો આઘાત પહોંચે પછી જ આવી શક્તિઓ ઉદભવે છે અને ક્રૂરતા ખૂન અને બળાત્કાર જેવી નકારાત્મક ગંદી ઘટનાઓ ઘટે છે.
આજ મારો મત છે એમજ હોરર કે ભયંકર લખાણથી વાર્તા લખવી એનાં કરતા ચોક્કસ કારણ અને હાર્દ સાથે લખવી વધું યોગ્ય લાગે છે જેમાં વાસ્તવિકતાનાં સ્પર્શ સાથે રસપ્રચુર મનોરંજન મળે છે..આવા હાર્દ અને તર્કભીની નવલકથા જરૂર વાંચો.
*ધ કોર્પોરેટ એવીલ અને લવ બાઇટ્સ..*
ખૂબ ખૂબ આભાર.

3 Comments

Kunal Bhatt videos on Matrubharti
Kunal Bhatt 3 year ago

Sachi vaat 💐

Kunal Bhatt videos on Matrubharti
Kunal Bhatt 3 year ago

Rakesh Thakkar videos on Matrubharti
Rakesh Thakkar Matrubharti Verified 3 year ago