ઊંચે આકાશે જતો એ પતંગ,
ક્યારેક કાપતો તો ક્યારેક કપાતો.
વાંક નથી એનો, કપાય છે દોરી
અને કહેવાય છે પતંગ કપાયો.
બીજાનાં પતંગને કાપે છે દોરી
અને કહેવાય છે પતંગે પતંગ કાપ્યો.
કામ કરે દોરી અને વાહ વાહ મળે પતંગને.
બસ! આવું જ છે કંઈક જીવનમાં,
કામ કરે છે કોઈ અને યશ મેળવે છે કોઈ.
શીખવે છે પતંગ અને દોરી,
ભૂલો બધાને, બસ, કરતાં રહો કામ પોતાનું.
સારું થશે તો વખાણ થશે,
નહીં તો કંઈક શીખવા મળશે!
વધુ સારુ થશે તો ઈર્ષ્યા થશે,
માનપાન પણ મળશે, રહેવું તૈયાર સદાયે,
વખાણ સાંભળી છકી ન જવું,
નિંદા સાંભળી ડરી ન જવું.
યાદ રાખવું એક જ બાબત,
નિંદા એ સફળતાનો જ બીજો ભાગ છે.
પ્રેરણા છે નિંદા આગળ વધવા અને વધુ સારુ કરવા!
ઊડે પતંગ ગમે એટલો ઊંચો,
આભને આંબી શકતો નથી,
પણ જમીન પર પડ્યા પછી પણ
પોતાનું મહત્ત્વ ગુમાવતો નથી.


ક્યારેય પોતાની જાતનું મહત્ત્વ ઓછું આંકવું નહીં.
#શુભસાંજ

Gujarati Poem by Tr. Mrs. Snehal Jani : 111645824
Tr. Mrs. Snehal Jani 3 years ago

આભાર શેખરજી

shekhar kharadi Idriya 3 years ago

અતિ સુંદર અભિવ્યક્તિ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now