હામ હૈયે રાખતો કોડ કરે છે;
કેવો દિલ ને જો , બેજોડ કરે છે,

નામ નામી ક્યાં,અનામી જ રહીને
પ્રેમ રૂપે ક્યાંક જો, અજોડ કરે છે.

માન ‌ક્યાં માગે,બિચારો જ રહેતો,
હકમાં ‌ભીડી હામ ,જો હોડ કરે છે.

કોણ જાણે આજ , રિસાઈ રહીને
થઇને ગુસ્સે ક્યાંક, જો ડોળ કરે છે.

છે સફર આનંદ,માણી જતો દિલમાં,
મનને જીતી કેવો ,જો ફોડ કરે છે.

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111645678

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now