ઉત્તરાયણ ઉજવજો..આકાશે પતંગ ચગાવજો,
ઉદાસ ના રહેશો.. આકાશે પતંગ ચગાવજો.

પેચ લગાવી ઢીલ આપવાનું ધ્યાન રાખજો,
ગગનગોખે પક્ષી પારેવાને જોઈ પતંગ ચગાવજો.

ચીકી, ઊંધિયું, ચાપડી મોજેથી ખાવાનું રાખજો,
ધાબા ઉપર પતંગને ફીરકીથી પતંગ ચગાવજો.

પ્રેમ લાગણીનું ઝરણું ઉત્તરાયણે વહેવડાવજો,
દિલ દોરીમાંથી ભાઈ ચારાની પતંગ ચગાવજો.

અવનિ, આકાશનું નેટવર્ક દોરીથી જકડી રાખજો,
ઉષાથી સંધ્યા સુધી મોજે દરિયાથી પતંગ ચગાવજો.

મકરસંક્રાતિનું પર્વ નિત્ય 14 જાન્યુઆરીએ આવે,
અઝીઝ ઉત્તરથી દક્ષિણ તરફ પતંગ ચગાવજો.

ભાટી એન અઝીઝ
14/01/2021

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111645473

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now