મન હવે કાબુમાં નથી રહેતું,
પતંગ વિના હવે નથી ગોઠતું.

પકડ તું ફીરકી હું ચગાવું પતંગ,
પ્રિયે તારાં વિના હવે નથી ગમતું.

ખવડાવ તલ ગોળની ચીકી ને બોર,
સખી તારાં વિના હવે નથી પીવાતું.

રંગબેરંગી લાગે છે આકાશ પતંગોથી,
સનમ તારાં વિના હવે નથી ખવાતું.

પડી છે ગૂંચ દોરામાં કોણ હવે ઉકેલશે,
જાનમ તારાં વિના હવે નથી રહેવાતું.

કપાઈ ગયો પતંગ તારાં અભિમાનનો,
વાલમ તારાં વિના હવે નથી ચલાતું.

વિહંગ બની કરું તારી સાથે પ્રેમાલાપ,
સજની તારાં વિના હવે નથી જીવાતું.

-સ્મિત

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111645469

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now