પછતાવો કે પશ્ચાતાપ નું ઈંગ્લિશ એક જ છે...Regret.

પણ આપણા સાહિત્યમાં આ બંન્ને ના અર્થ માં ધડ અને મુળ જેટલો ફેર છે.

પછતાવો એટલે આજકાલ ઘણા લોકોએ જે ' મિચ્છામી દુક્કડમ ' નો ચિલો ચાલું કર્યો , એના જેવો છે.
મતલબ , પછતાવો એટલે માત્ર ઉપરછલ્લી ફરજ , જે ખરેખર આત્મસાત કરાતી જ નથી. કોઈ વ્યક્તિ પોતાનો અહં પોષવા પોતાને જ મનાવતા કહે છે કે , 'આવી ભુલ મારાથી કંઈ રીતે થઈ શકે ' , અને ઉપરથી જ માફી નો ઢોંગ કરીને પોતાના સ્વભાવ ને સુધારવાની તસ્દી જરાપણ કરતો નથી.
જ્યારે પશ્ચાતાપ આનાથી ભિન્ન છે , અહીં વ્યક્તિ ખરેખર પોતાની આત્મા ને પણ થોડીક મઠારે છે અને પોતાના અહંકારને ત્યજીને સ્વભાવ માં સુધારો લાવે છે.

Gujarati Thought by Jay Vora : 111645410

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now