કપાવા મહીં , પ્રેમ હોય છે,
કસાતુ ખરે ,હેમ હોય છે

છે ત્યાગીને, તત્પર રહેતું જો,
એ દિલમાં જરા રહેમ હોય છે.

ખરેખર છે જીવન ઉસુલ તણું,
છતાં ત્યાં જો કોઈક નેમ હોય છે.

વહેતા નિરંતર, જ્યાં ઝરણ છે,
ત્યાં સ્વાર્થી જુઓ ડેમ હોય છે.

ડુબી ને મદદ ,માંગે છે ક્યાં એ,
ત્યાં હિંમત મહીં, ક્ષેમ હોય છે.

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111645387

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now