અનુરાધા આજે ખૂબ જ ગુસ્સામાં હતી ,આજે તો એની ઇચ્છા થઈ કે આજે એના બોસ ને બધી જ વાત કરી દે આ રોજ-રોજની લપ જ ન રહે. પણ અનુરાધા ફરીથી વિચારમાં પડી કે બોસ ને કહીને પણ શું ફાયદો થવાનો આખરે બોસ તો રોજ સાંજે આ સ્ટાફના લોકો સાથે જ ચા ની મહેફિલ જમાવે છે અને બધા સ્ટાફના ઓફિસમાં તેમની સામે જી હજુરી કરે છે અને જેવા બોસ દૂર જાય એટલે તેમનું જ વાટે (અવગુણ) છે ક્યારેક તો સ્ટાફના અન્ય કર્મચારીઓ જ્યારે અનુરાધા સાથે બોસની ગોસિપ ખોલી અને તેના વિરોધી શબ્દ કહેતા ત્યારે અનુરાધા હા કહેવામાં પણ સંકોચાતી  કે તેમના સિનિયર કાલે તો મિટિંગમાં કંઈ જ ન્હોતાં બોલી શકતા બોસની સામે અને અત્યારે તો જો પાછળથી કેવી કેવી વાતો કરે છે જ્યારે અનુરાધાએ તો મિટિંગ દરમિયાન પોતાનો પક્ષ પણ રાખ્યો હતો ને અનુરાધા હંમેશા પોતાના ઓફિસમાં કંઇક નવીનતમ કાર્ય કે નવા પ્રોજેક્ટને નવું નવું વિચારતી અને સતત કાર્યરત રહેતી પણ તેની આ વધારે કાર્ય કરવાની અને પ્રમાણિકતા અને નિષ્ઠાપૂર્વક પોતાનું કાર્ય પૂરું કરવાની શૈલીના કારણે તેના અન્ય સ્ટાફ મિત્રો માટે તે આંખમાં કણાની જેમ ખૂંચયા કરતી અનુરાધા બધું જ જાણતી તેમ છતાં ક્યારેય કોઈને કશું કહેતી નહીં અને બધું જ અવગણી ને બસ દ્વારકાધીશ તેનો સાક્ષી છે તે દૃષ્ટિએ જ કાર્ય કર્યા કરતી પણ ઘણી વખત સ્ટાફના અન્ય કર્મચારીઓ રાજકારણની રમત થી એટલા બધા વધારે કાવાદાવા કરતા કે તેનાથી તે આક્રોશિત થઈ જતી અને ઘણી વખત તો પોતાના પર ગુસ્સો ઠાલવતી ક્યારેક ઘરે પોતાના પતિ આરવને તે આ વાત કરતી આરવ હંમેશા એક જીવનસાથીની જેમ નહિં પણ એક મિત્રની જેમ તેને સાથ આપતો અને તેને સહકાર આપતો અને કહેતો અનુ(અનુરાધા) તું બસ તારું જ કાર્યકર બીજી કોઈ બાબત પર ધ્યાન ન આપ બધા જાણે છે કે તું સારું કરે છે પણ કોઈ કહી નથી શકતા અને એનો પણ સમય આવશે અને લોકોને પણ સમજ પડશે પણ ખબર નહીં દરેકની અલગ-અલગ કહેવાની રીત હોય છે અલગ અલગ રીતે સમજવાની રીત હોય છે પણ અનુરાધા બસ એ જ વિચારતી ક્યારે સમય આવશે અને આરવના આ પ્રેમાળ  શબ્દોથી પોતાના કાર્યમાં ધ્યાન દોરવા પ્રેરાતી.... Bindu

Gujarati Blog by Bindu _Maiyad : 111644876

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now