"ચાલો,આકાશને રંગીએ..."

2020 ની સામાપ્તિ બાદ 2021 નો સૌથી પહેલો તહેવાર એટલે ઉત્તરાયણ. સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશે છે અને મકરસંક્રાંતિ ઉજવાય છે.ઉત્તરાયણ એટલે માત્ર મજાનો તહેવાર.કોઈ પણ ઉંમરના વ્યક્તિને ફરીથી બાળક બનવાનો અવસર આપતો તહેવાર એટલે ઉતરાયણ.કોઈ પણ ધર્મનો માણસ આનંદ લઈને ઉજવી શકે એવો તહેવાર એટલે જ ઉત્તરાયણ.આકાશને આંખોમાં સમાવાની અદ્ભૂત મોસમ એટલે ઉત્તરાયણ.

"ઉત્તરાયણની સવાર એટલે...!!" એય રે મસ્ત,નવા કપડાં ધારણ કર્યા હોય,માથે મૂખૂટ જેવી ટોપી પહેરી હોય , આંખે ચશ્માં હોય,હાથમાં દોરીથી બંધાયેલો પતંગ હોય, જોડે ફીરકી પકડવા એક ગમતું જણ હોય અને રંગીન આકાશને તાકી રેહવાની ક્ષણ હોય.આહાહા...ખરેખર, જાણે આકાશ સાથે યુદ્ધ લડવા જતા હોઈએ એવી ફીલીંગ આવે હો. મને કોઈ પૂછે કે , "તમને ઉત્તરાયણ કેમ ગમે ...??" તો હું કહું કે, "મને આ કેનવાસ જેવા આકાશમાં રંગ ભરવાની મજા આવે છે.આકાશને રંગીન પતંગની પીંછી વડે રંગવાનો અવસર એટલે જ ઉતરાયણ." મારા મતે તો ઉત્તરાયણ એટલે દરેક માણસને ચિત્રકાર બનવાની તક આપતો તહેવાર.

આ તહેવારને માણસ અને જીવન સાથે જોડીએ ને તો, જીવનને ગમગીન માનતો માણસ આછા આસમાની આકાશને પણ રંગીન કરવાની તાકાત ધરાવે છે.સાવ સરળતાથી માણસની આ જાત કુદરતને પણ શણગારી શકે છે.ખરેખર ,અદ્ભૂત છે હો આ કુદરત અને માણસનું કોમ્બીનેશન.કુદરત સાથે મિત્રતા કરવાનો આ એક અવસર છે.આખો દિવસ સૂર્યના કિરણો સાથે રમવાની એક તક છે.પોતે ઠુંમકા મારીને પણ પતંગને ચગાવવાની તક છે.સાવ સાદા આકાશ સાથે રંગીન પતંગનો મેળ પાડવાની આ તક છે.ફરથી બાળક બનવાની આ તક છે. ટૂંકમાં,મજાની અનેક તકને ઝડપી લેવાની તક એટલે જ ઉતરાયણ.

ગઝલ સમ્રાટ અંકિત ત્રિવેદી તો ઉત્તરાયણને ,"આકાશને પ્રેમપત્ર લખવાની ઋતુ કહે છે.બીજી બાજુ આપણા રમેશ પારેખ સાહેબ તો પોતાની એક કવિતામાં આભને નીચે આવવા માટે પતંગ રૂપે નિમંત્રણ આપે છે અને કહે છે કે, " નીચે આવી ચાખ ઉમળકો,ચાખ જુવાની, ચાખ લાગણી,ચાખ પ્રેમ ને ચાખ હૃદયના ભાવ,આભ, તું જરાક નીચે આવ.

દરેકને ગમતો તહેવાર છે ઉત્તરાયણ.દુઃખને ભૂલી સુખને આમંત્રણ આપતો તહેવાર છે ઉત્તરાયણ.સૌને આજનો આ તહેવાર દિલથી મુબારક.હર્ષ,ઉલ્લાસ અને આનંદ સાથે મન ભરીને આકાશને માણજો.કોરોના કાળમાં પણ મજા પેન્ડિંગ નથી.હા,થોડા ઘણા નિયમોનું પાલન આપણે સૌએ કરવાનું છે. મુખ પર માસ્ક છે પણ હાસ્ય અને મજા માટે કોઈ ગાઈડ લાઈનનું પાલન નથી કરવાનું.એક વિનંતી કે, ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરશો નહિ.આઝાદ પંછીને મૃત્યુ આપવાનો કોઈને હક નથી.

તો તૈયાર છો ને બધા પોતાના પરિવાર સાથે ધાબે ચડીને રંગીન આકાશની મહેફિલ માણવા માટે...!!

છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે...

માંઝે સે લિપટી એ પતંગ જુડી જુડી જાયે...
ઉડી ઉડી જાયે,ઉડી ઉડી જાયે...
દિલકી પતંગ દેખો ઉડી ઉડી જાયે...

- SHILPA PARMAR

https://www.instagram.com/tv/CKAtRWEnoQF/?igshid=r9iqil71ueef

Gujarati Thought by SHILPA PARMAR...SHILU : 111644631

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now