રગબીરંગી પતંગ આજે ઉડશે નભમાં,
લાલ,પીળો,ગુલાબી ઠુમકશે પવનમાં.
તલ સાંકળી ને લાડુ બનશે ઘરઘરમાં,
કાપશે કપાશે પતંગો બીજાનાં, અંગતના.

જીવન અને પતંગ આજે એક જેવા લાગે,
રોજ કોઈ ઊંચે જાય,કોઈ કપાય,
કોઈ નીચે આવી ફરી ઊંચે જાય.
અથડાય,પછડાય કોઈ ફાટી જાય..
કોઈ ટકી જાય તો કોઈ, કામથી જાય..
જોશ જુસ્સામાં જે તોફાને ટકી જાય.
એ ઊંચે સ્થિર રહે અને એકલો મલકાય.

સૌ આ જ વિચારે આજે મનમાં,
ટકી જાઉં હું બસ આ સમયમાં.
ગમે તેવા તોફાન ઝાંઝાવાત આવે ફરી,
ઈશ્વરને હાથ સોંપી આ જીવન દોરી
પતંગની જેમ ઊંચે સ્થિર રહું એમનાં ચરણમાં.

અશોક ઉપાધ્યાય.
14/01/2021
9:19 am

Gujarati Thought by Ashok Upadhyay : 111644613

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now