ફરરર ફરરર આજ ઊડે રે પતંગ;
સ્નેહી ને મિત્રો આજ છીએ સંગ;

ગોળ સીંગની ચીકી ને તલના લાડુ,
ખાઇને ઉજવીએ પતંગનો પ્રસંગ;

પેચ પતંગના લડાવતાં લડાવતાં,
શોરબકોર સાથે કરીશું ખૂબ ઉમંગ;

કાઇપો છે ના નારા લગાવતાં સાથે,
છત પર વાગે ડીજે ને વાગે મૃદંગ;

પતંગ ચગાવતાં ધ્યાન રાખીએ કે,
ક્યાંક કપાય નૈ કોઇ પક્ષીના પંખ;

છત ઉપર ના ઘણા ભેગા થઇએ,
એકબીજા થી થોડું રાખીએ અંતર;

વીજ વાયર થી અળગા રહીએ,
જેથી લાગે નહીં કોઇને પણ કરંટ;

ધ્યાન રાખીએ નાના ભુલકાંઓનું ને,
સુરક્ષા રાખતાં ઉડાવીએ પતંગ;

...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111644590

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now