અડાબીડ વનમાં તે શું કામ જવું?
આશ્લેષમાં તારી ખોવાઈ જવું છે.

ઊંડા મહેરામણમાં શું કામ તરવું?
આંખોમાં જ તારી સમાઈ જવું છે.

કિંમત ના આંકશો મુજ પ્રીત તણી
વિના મૂલ્યે મારે  વહેંચાઈ જવું છે.

હો મંજૂર તને જો વગર શ્યાંહીએ
તારા રોમરોમ મહી લખાઈ જવું છે.

ઊણપ નહિ રહે નયનને કાજળની
તુજ નજરથી બસ અંજાઈ જવું છે.

કરી લઈએ વિનિમય હરેક શ્વાસની
શ્વાસે શ્વાસમાં મારે મહેકાઈ જવું છે.
             - વેગડા અંજના એ.

-anjana Vegda

Gujarati Poem by anjana Vegda : 111644425
Shefali 3 years ago

Superb 👌🏼

shekhar kharadi Idriya 3 years ago

અત્યંત હૃદયસ્પર્શી અભિવ્યક્તિ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now