સાંભળ ઓ મારી વ્હાલી;
પાઇ દે પ્રેમની એક પ્યાલી;
દુનિયા આખી મૂક કોરાણે,
તું તો છે જગથી નિરાળી;
હોઠ છે તારા મધનો પૂળો,
આંખો છે તારી કજરાળી;
ઘાટ છે તારો ઘટીલો અને,
કાયા છે તારી કામણગારી;
બ્રહ્માંડના ચિત્રકાર દ્વારા,
નિરાંતે તું છો ચિતરાયેલી;
નજર લાગી જાય જગની,
એટલી તો છો તું રૂપાળી;
તારા રૂપના શું વખાણ કરું,
નાર છો તું તો નખરાળી;
રૂદિયામાં વસાવીને "વિએમ"
કર્યા બંધ બારણાં ને બારી;
દિલમાં તારા વસવું છે પણ,
સાંકડી તારા દિલની ગલિયાળી;

...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111644099

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now