એક વિચાર સાવ અધુરો રહી ગયો;
તારા ખયાલમાં એ મધુરો થઇ ગયો;
ખ્વાબોમાં તારા જ એવો હું ખોવાયો,
કે, તારી યાદોમાં ગુજારો થઇ ગયો;

દિલ આજ પણ મારૂં હજુ ધડકે છે;
તને મળવા આજ પણ એ તડપે છે;
આપણી મુલાકાતોને યાદ કરતાં જ,
મારી આંખ માંથી આંસુઓ ટપકે છે;

મારા હાથમાં હવે તારો હાથ દઇ દે;
જીવન ભર ના છૂટે એ સાથ દઇ દે;
મરણનો પણ ન થાય કોઇ અફસોસ,
મિલનની એક એવી સોગાત દઇ દે;

...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111643670

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now