રોજે રોજ બસ એમ જ હું જીવું છું;
શું જામ પર જામ એમ જ પીવું છું?

તોડીને ગયા છે સનમ જો આ દિલને,
મદિરાના સહારે જ હવે એને સીવું છું;

નથી લગાવતો ફરી આ દિલ કોઇથી,
પાછું કોઇ ના તોડે એનાથી બીવું છું;

ઘાયલ કર્યા એણે, કાયલ કર્યા જેણે,
છતાં હું આજ પણ એનામાં જીવું છું;

બેજાન થઇને ફરે તન અહીં "વિએમ"
ને, એને લાગે છે કે હજું હું જીવું છું?

...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111642843

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now