મનમીત
નીર ઉતરે છે અમ્રુત સમું, લઈને મનની ઉજાસ, મન ભમે છે સમગ્ર લોકમાં,નથી એનો કોઈ કયાસ.... (૧)
સૂર્ય, ચંદ્ર અને તારા ચમકે છે ઝળહળ ગગનમાં, મન ઉછળે, કૂદે અને કરે છે ઘણો વિલાપ.... (૨)
મન છે ચંચળ હરણ સમું, ભટકે છે સમગ્ર સંસાર, કરે છે મોહ હર ચીજનો, કયાં છે એની લગામ.... (૩)
જો ધારું તો બનું સારથી મન નો અચળ,પણ સ્થિરતા ના આવે એમ ,એટલે જ બુદ્ધે લીધો સંન્યાસ.... (૪)
મન નથી શત્રુ, પણ છે અનેરા મિત્ર સમાન, મનની જો લઈએ લગામ હાથ માં, તો કરે સૌ એ માનવ નો વિશ્વાસ.....(૫)

-Dr. Brijesh Mungra

Gujarati Poem by Dr. Brijesh Mungra : 111641242
shekhar kharadi Idriya 3 years ago

અતિ સુંદર અભિવ્યક્તિ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now