"વર્તમાન એટલે.!!"

આખરે 2020 નું વર્ષ પણ વીતીને ભૂતકાળ બની જ ગયું.2021નું વર્ષ પણ સારું જ છે એવી ભવિષ્યવાણી આપણે સૌ એ કરી જ દીધી છે.જે વીતી ગયુ એ તમારો ભૂતકાળ હતો.જે હજી સુધી આવ્યું નથી એ તમારું ભવિષ્ય છે.જે આજે, અત્યારે જોડે છે એ તમારું વર્તમાન છે.ઘણા માણસો ભૂતકાળને યાદ કરીને દુઃખી થતા હોય છે .તો ઘણા માણસોને ભવિષ્યની ચિંતા સતાવતી હોય છે.આ ભૂત અને ભવિષ્ય નામનો દરિયો જ વર્તમાન રૂપી હોડીને ડુબાડી દે છે.

માણસ બધી વસ્તુનો સ્વીકાર કરે છે પણ વર્તમાનને સ્વીકારી શકતો નથી.જે પાસે છે એની કદર નથી અને ભવિષ્યની પાછળ દોડે છે.ખરેખર જોઈએ તો જિંદગી દોડવા માટે છે જ નહીં.એ તો દરેકને જીવવા માટે જ મળી છે.આપણે જ ભૂત અને ભવિષ્યની ચિંતામાં દોડતા ફરીએ છીએ.છેવટે હાંફી જઈએ છે.જ્યારે દોડી શકતા નથી ત્યારે આપણે સમયનો વાંક કાઢીએ છીએ.ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે, "હું તો સારો જ માણસ છું ,પણ મારો સમય ખરાબ ચાલે છે." આવું કહેનારા માણસોને એવું કહેવાની ઈચ્છા થાય છે કે,"જો તમે સારા છો તો તમારો સમય પણ સારો જ હોવાનો છે.કેમ કે આખરે સમય પણ છે તો તમારો જ ને...!!" ઘડિયાળ બગડી જવાથી સમય ક્યારેય થોભી જતો નથી માત્ર આપણે જ સાચો સમય જોઈ શકતા નથી.ઘડિયાળમાં એક નવો પાવર નાખી દેવાથી એ સાચો સમય બતાવે જ છે.આપણા ખરાબ સમયનું પણ કઈંક આવું જ હોય છે.એણે સારો બનવવા માટે આપણે પોતે જ પાવર બનવાનું હોય છે.

જીવનમાં દરેક વસ્તુ પાછી મળી શકે છે.એકમાત્ર વર્તમાન જ એવી ક્ષણ છે જે વીત્યા બાદ કયારેક પાછી નહીં મળે. "ન ભૂતો ન ભવિષ્યતિ " અર્થાત જે ભૂતકાળમાં નથી બન્યું અને ભવિષ્યમાં પણ બનવાનું નથી.એક માણસે એક સંતને સવાલ પૂછ્યો કે, "માણસની સૌથી મોટી ભૂલ કઈ...??"સંતએ જવાબમાં માત્ર એટલું જ કહ્યું કે, "વર્તમાનનો અસ્વીકાર." વર્તમાનની ઘણી બધી એવી ક્ષણ હોય છે જે આપણે જીવતા જ નથી.જે કયારેય પાછી નહીં જ મળે એ જ વર્તમાન છે.બચપન વીતી ગયું છે તો હવે ફરીથી એ નાના નાના ડગલાં માંડીને ચલતા શીખવાનો આનંદ નહીં જ મળે.ગમે તેટલું કમાઈ લઈએ પણ જીવનની પહેલી કમાઈ વખતે જે ખુશી મળી હતી એ પાછી નહીં જ મળે.સ્કૂલના પેહલા દિવસે જે રીતે રડ્યા હતા એ આંસુ પણ તમારી આંખોમાં પાછા કયારેય નહીં આવે.ગમે તેટલી સફળતા મેળવી લેશો પણ સંઘર્ષ કરતી વખતે જે થાક અનુભવ્યો એ કયારેય બીજી વાર નહીં અનુભવાય.આ જે કયારેક પાછું નથી આવવાનું ને બસ એ જ તમારું વર્તમાન છે.એ જ જીવન છે અને એ જ સારો સમય છે.

જીવવા માટે કોઈ મોટિવેશનની જરૂર જ નથી.બસ આપણે હોઈએ,વર્તમાન હોય ,બે-ચાર સ્વજન હોય અને આ બધાને મેળવીને બનેલી એક કિંમતી ક્ષણ હોય.સપના જોવા જોઈએ એમાં કંઈ ખોટું નથી પણ જો વર્તમાનનો ભોગ આપીને ભવિષ્ય બનાવવા જશો તો પાછળ રહી જવાશે.આગળ નીકળીને પણ કઈં ફાયદો નથી જ થવાનો.સમયની સાથે ચાલો અને વર્તમાનને માણો.

છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે...

ખો દિયા હૈ તુને જિસકો,,
તેરા હી નહીં થા,
એક જીત થી હાર સી...

- SHILPA PARMAR "SHILU"

Gujarati Thought by SHILPA PARMAR...SHILU : 111640514

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now