મોહક અને હની ની વાત આમ તો કંઈ ખાસ ન હતી. બંનેના પરિવારો ઘણાં વર્ષોથી એકબીજા ને ઓળખે વળી મોહક અને હની પણ સાથે રમીને મોટા થયેલા. મનમાં ને મનમાં હનીને મોહક પ્રત્યે કંઈક વધારે જ લાગણી હતી. પણ પોતાની પગની ખામીને લીધે રખેને મોહક ના પાડી દે તો એમ માની ને એ ચૂપ જ રહેતી. ધીરે ધીરે મોહક માટે પણ છોકરીઓ જોવાનું શરૂ થયું પણ મોહક પણ કોઈ છોકરી ગમાડતો ન હતો. ધીરે ધીરે એને પણ હની માટેની પોતાની લાગણીનો અનુભવ થયો. મોહકે તો હની સામે લગ્નનો પ્રસ્તાવ પણ મૂકી દીધો. બંનેના પરિવારની સંમતિથી બંનેના ઘડિયા લગ્ન લેવાયા. બધા ખૂબ જ ખુશ હતા. આ પ્રેમ કહાનીની અથથી ઇતિ સુધી સાક્ષી રહેલી હનીની મોટી બહેન કહાની કંઈક વધારે જ ખુશ હતી. એને એની ડાયરીમાં લખવા માટે વધુ એક પ્રેમકહાની જો મળી હતી.

Gujarati Story by Vihad Raval : 111635283

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now