લોક શું રે બોલશે એ વાતથી હું મૌન રાખું
જો તને મોકો મળે તો વાતથી આરામ આપું

આરસ સમી ચમકતી ચાંદી છો સનમ તું
માન મારું હું જન્મોનો સાથને સંગાથ આપું

ચાંદનીની શીત લહરો ઊઠશે મંદ ધીંગી
એ પવનની હું તને સોગાત પ્રેમે, ચાલ આપું...

બંદિશોના બંધનો છો ને સમંદરમાં ઘુઘવતા
આ લહેરોને હલેસા મારવાની હામ આપું..

પ્રેમ છીણીએ લખાવી નામ આપણ પ્રિત કેરાં
દાહ દેતા તારા જખ્મોને લાવને આરામ આપું..

-શિતલ માલાણી

Gujarati Romance by શિતલ માલાણી : 111634057

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now