ઈશ રૂપ માતા- પિતાએ આપેલી, મારી હકીકત છે તું.
ખૂબજ આશિષથી મળેલી, અમૂલ્ય સોગાત છે તું.

લગ્નગ્રંથિથી જોડાયેલી, કડી છે તું.
સપ્તપદીનાં સાત વચનોની, માળા છે તું.

ધબકતા લગ્નજીવનનું, હૃદય છે તું.
મારાં શ્વાસે શ્વાસે લેવાતું, નામ છે તું.

મારાં જીવનનો, સંગાથ છે તું.
મારાં પ્રેમનો, અધિકાર છે તું.

બીજાં બધાંની તો ખબર નથી,
પણ! "લાડુ" ને મળેલી સુંદર ભેટ છે તું.

©✍️-ખ્યાતિ સોની"લાડુ"

Gujarati Shayri by Khyati Soni ladu : 111633684

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now