ચાલ, હાથ પકડીને ચાલીએ થોડું પેલી પગદંડી પર,
ધગતો સુરજ છે, પણ લચીલી ડાળીઓ છે જ ને?
ચોફેર ઝાડી ઝાંખરા ને હોય કંટક થોડાં એ પથ પર,
ચળકતો ઉજાસ છેક સુધી પથરાયો તો છે જ ને?
છ સાત જેવા વળાંક હશે, આ કેડી પર આમતેમ,
તમસ જામેં તોય શું, વળાંકે પ્રભાત ખીલશે જ ને?
ચાલ, રાખી હૈયું આંખમાં, ચાલીએ મૌન દંડી પર
હરખનો ભાવ, ને બસ થોડાંક ભવની વાત છે ને?

~~ કેતન વ્યાસ

-Ketan Vyas

Gujarati Poem by Ketan Vyas : 111632597

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now