આપણે  ઘણીવાર જીવનમાં એટલાં માટે દુઃખી થઈએ છે કે કારણ કે બીજા પાસે  વધારે પડતી અપેક્ષાઓ રાખીએ છીએ અને એ અપેક્ષાઓ માંથી તેઓ આપણે ને પૂર્ણ સ્વરૂપે સંતોષ આપી શકતા નથી.. વળી આપણે પારકા પાસેથી નથી દુઃખી થતા એટલા જ આપણા સ્વજન કુટુંબીજનો થી ઉદાસ રહીએ છીએ એનું એક જ માત્ર કારણ છે કે આપણે જેને ચાહીએ છીએ જેના માટે સારું ઈચ્છીએ છીએ તેની પાસેથી આપણે એટલી બધી અપેક્ષાઓ રાખીએ છીએ અને આપણે તેના કારણે જ અંત:મનથી દુઃખી થઈએ છીએ.આપણે પણ ધ્યાન રાખવું જોઈએ કે દરેક વ્યક્તિ આપણી અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે સક્ષમ ન પણ હોય. આપણને ઘણીવાર એવો  અનુભવ પણ થાય છે કે આપણે જેટલા આપણા સ્વજનો મિત્રો પાછળ ખર્ચાય એ છીએ પછી તે મનથી પણ કેમ ન હોય... તેટલા તે લોકો આપણા માટે કંઈ પણ નથી કરી શકતા... પણ શું ખબર કે ઈશ્વરે આપણને એક એવી વસ્તુ આપી છે કે જે અન્ય પાસે નથી તે છે આપણો દયાળુ અને ઉપકારી સ્વભાવ અથવા તો કહી શકાય કે વધારે પડતા લાગણીશીલ હોવું... Bindu🌺
આપણને કોઈ જ હક નથી કે આપણા પ્રિય પાત્ર પાસેથી વધારે પડતી અપેક્ષાઓ રાખવાનો ,સ્વતંત્ર રીતે તેને પણ જીવન જીવવા દેવાનો પૂરો હક છે બની શકે કે તેને તમારા પ્રત્યે લાગણી હોય પણ એની અભિવ્યક્ત કરવાની અભિરુચિ જ કંઈક અલગ હોય અથવા તો બની શકે કે બધાની વચ્ચે તમને સપ્રેમ સ્વીકારી ન શકે પણ દિલથી તો તમને ખૂબ જ ચાહતા હોય.પણ આપણે વધારે પડતી અપેક્ષાઓ ના કારણે આપણા અંતર થી તેઓનું અંતર વધારી દઈએ છીએ.. પણ આપણે જ જો‌ નિસ્વાર્થ પણે જ સંબંધ રાખીએ તો??

Gujarati Blog by Bindu _Maiyad : 111631862

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now