કેવો છે આ કાગળનો રંગ.

શું તમને કહું કેવો આ કાગળનો રંગ,
બદલાઈ જાય સાવ જ, હોય જેવો જેનો પ્રસંગ.
લગ્નના હોય કંકુના અમી છાંટણા,
પ્રેમીઓએ કર્યો છે વિચારીને, રંગ ગુલાબી પસંદ.
દુઃખ ને શોક વર્ણવી જાણે કાળો,
જેમાં શબ્દો હોય ઓછા, પણ ભાવના રહે અકબંધ.
કહેવાય છે સફેદ કાગળ ને કાળી શ્યાહી,
દરેક રંગ છે હજારો વિચારો ને લાખો ઉમંગોનો સંબંધ.

-Tejash B

Gujarati Poem by તેજસ : 111629621

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now