નવી શરૂઆત
નવા વર્ષ ની નવી સવાર,
ચાલ આજે ફરી થી કરીએ નવી શરૂઆત
થોડું મનદુઃખ થયું અને થોડા આંસુ પણ વહાવ્યા,
બધા જ દુઃખ ભૂલી ચાલ આજે કરીએ નવી શરૂઆત
થોડી વાર તું આગળ ચાલ્યો તો હું પાછળ રહી ગઈ,
બધી દુરી મિટાવી ચાલ આજે કરીએ નવી શરૂઆત
થોડા આળ તે લગાવ્યા અને થોડા મે સ્વીકારી લીધા,
હવે આ રમત મૂકી ચાલ આજે કરીએ નવી શરૂઆત
થોડા રંગો તારી પાસે છે અને થોડા મારી પાસે,
આ તસવીર ને પૂરી કરી ચાલ આજે કરીએ નવી શરૂઆત
થોડા ટુકડા તારી પાસે છે અને થોડા મારી પાસે,
આ સંબંધ ને જોડી ચાલ આજે કરીએ નવી શરૂઆત
નવા વર્ષ ની નવી સવાર,
ચાલ આજે ફરી થી કરીએ નવી શરૂઆત
- કિંજલ પટેલ (કિરા)