રચના (કાવ્ય) :- માટીની કાયા


માટીની બનેલી તારી આ કાયા રાખ થઈ જશે,
મોહથી ભરેલી તારી આ માયા અહી જ રહેશે.

હવે કઈ વાતનું છે આજ તને અભિમાન ભાઈ,
તારું કમાયેલું બધું અહી જ રાખ થઈને રહેશે.

ભૂલી જા ને હવે આજ બધી મોહ માયા ભાઈ,
છેલ્લો શ્વાસ તારો તૂટ્યા પછી શબ પડ્યું રહેશે.

છોડી દે ને હવે કરેલા આ મોટાઈ ના ધંધા ભાઈ,
ચાર કંધા સિવાય તારું કમાયેલું જ પડ્યું રહેશે.

કોણ તારું ને કોણ પારકું એના પારખા થશે ભાઈ,
જ્યારે તું નહિ હોય ને તારો ફોટો જ પડ્યો રહેશે.

દમ તૂટ્યા પછી કશુંજ આપડું સાથે જતું નથી ભાઈ,
પછી તારા પોતાના જ તારી મહેફિલમાં નામ ભૂલશે.



અંકિત ચૌધરી " શિવ " ❤️

Whatsapp :- 9624265491

Instagram :- @author_ankit_chaudhary

Gujarati Poem by Ankit Chaudhary શિવ : 111628137

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now