👉 ભલે પધાર્યા👈

અમારું જીવન કંઈ બંધ બારણું નથી,
પણ! તમે તો જીવનની ચાવી બનીને ને આવ્યા
ભલે પધાર્યા...

અમારા જીવનની હજુ તો શરૂઆત છે,
પણ!તમે તો સાત જન્મો ની સંગાથ લઈ ને આવ્યા
ભલે પધાર્યા...

અમે તો નથી ભટકેલા રાહ નાં માનવી,
પણ! તમે તો રોડ મેપ બનીને આવ્યા
ભલે પધાર્યા..

અમે તો નથી કોઈ ગંભીર રોગી અસ્થમા ના,
પણ! તમે તો વેન્ટિલેટર કેરી સુવાસ બનીને આવ્યા
ભલે પધાર્યા...

અમે નથી વાચક વધારે શાયરીના,
પણ! તમે તો ગાલિબ ના શેર બનીને આવ્યા
ભલે પધાર્યા...

સત્ય કહું છુ છેલ્લે, હતી અમારી ચાતક જિંદગી,
તમે તો પ્રેમ નો વરસાદ બની ને વરસ્યા.
ભલે........

- DHARMESH

Gujarati Shayri by Dharmesh : 111627832

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now