એકવાર ઘરનાં મુખ્ય વ્યકિતએ બધાને બોલાવી ખખડાવ્યા કે

" અહી અભરાઇ પર ચકલીનું બચ્ચુ કાલ સાંજ સુધી મે જીવતુ જોયુ અને આજે મરેલુ ? "

બધા વિચારમાં પડી ગયા કોઇએ એવુ કાંઇ કયૂઁ નહોતું .

છેવટે રહસ્ય બહાર આવ્યું.

દીદીએ કહયું કે બચ્ચુ ઇંડામાંથી બહાર નીકળવા પાંખો હલાવી કોશિશ કરતું હતું.

મે ઇંડુ તોડી બહાર કાઢયું.

તો આ જ તેનાં મોતનું કારણ ....!

બચ્ચાને પાંખો ફફડાવવા દેવુ પડે, જેથી તેના શરીરમાંથી પ્રવાહી ઝરે અને તે હલકુ થાય અને પાંખો મજબુતાઇ પકડશે અને કોચલામાંથી બહાર નીકળી તે ઊડી શકશે.

તમે મદદ કરી એટલે પાંખો ફફડાવ્યા વગરનું અપરીપકવ બચ્ચુ બહાર આવ્યુ ને મરી ગયું.

ઊડી શકવા પાંખો મજબૂત અને શરીર હલકુ અનિવાયઁ છે.

કઇંક આવુ જ આપણા સૌનુ છે.

મોટે ભાગે માબાપ સંતાનોને સંઘષઁથી દૂર રાખતા હોય છે.

સંતાનોને દરેક માબાપ બે વસ્તુ ભેટ આપે.

પરિશ્રમ અને સંઘષઁ .

પાંખો ફફડાવવાની તક આપો.

આજે આપણે એવુ વિચારીએ કે આપણાં સંતાનને સહેજ પણ તકલીફ ન પડવી જોઇએ.

આ વિચાર સંતાન માટે નુકશાન કારક છે .

સંતાન પછી કયાંથી શેકેલો.
પાપડ ભાંગે....!!!!


સુવિધાથી જ જો શિક્ષણ પ્રાપ્ત થતું હોત તો ઋષિઓના આશ્રમ જંગલમાં નહિ પરંતુ રાજાઓના મહેલમાં હોત...!!!

Gujarati Microfiction by Mahesh Vegad : 111626194

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now