માંડ કરીને વિસર્યા હતાં જે નામ,
આજે હોઠો પર કેમ પાછા આવ્યા?

જેના માટે છોડી દીધું હતું અમે મુકામ,
ફરીથી એ અમને મળવા કેમ પાછા આવ્યા?

ભીંજાયેલી આંખો હતીને કોરા એ સપના,
અંતરમાં ચિત્રપટ સમાન કેમ પાછા આવ્યા?

આદત પાડી દીધી છે અંધકારની અમે આંખોને,
દીવડાં પ્રગટાવી કરવા હેરાન કેમ પાછા આવ્યા?

- તેજસ

-Tejash B

Gujarati Poem by તેજસ : 111625634

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now