હળવે થી લાગણીઓ ને અડકું છું ,
પછી નાહક શબ્દો સાથે ઝગડું છું...
કોઇ રંગ ની મને માયા રહી નથી ,
બસ તમારી નજરમા જ અકડુ છું...
મંઝીલ બંઝીલ જેવું કંઇ છે જ નહી ,
આગળ પાછળ એમજ તો રખડુ છું...
એમ બાંધી શકાય તેવી જાત નથી ,
હું જાતે જ મારી જાત ને જકડું છું...
ખાલી લંબાવવા થી કોઇ ફાયદો નથી ,
મારી પસંદગી નો જ હાથ પકડું છું..

Gujarati Poem by Mahesh Vegad : 111625592
Mahesh Vegad 3 years ago

ધન્યવાદ 🙏🏻

Mahesh Vegad 3 years ago

ધન્યવાદ બેન 🙏🏻

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now