' અપશુકનિયાળ ' વાર્તા ની સંપૂર્ણ શ્રેણી હવે ઉપલબ્ધ છે.

શ્રેણીનો અંતિમ ભાગ આજે રીલીઝ થયો છે.

શ્રેણી ને પહેલા ભાગ થી જ પસંદ કરવા બદલ તમામ મિત્રો તેમજ વાચકો નો ખૂબ ખૂબ આભાર.

આશા છે કે આવનારા અન્ય મિત્રો તેમજ વાચકો ને પણ આ શ્રેણી ખૂબ પસંદ પડે.

ગુજરાતી ભાષા માં મારી પહેલી કવિતા પર થી પ્રેરિત થયેલી આ વાર્તા ને તમારા સમક્ષ લાવવાનો ખૂબ જ આનંદ થયો.
_ _ _ _ _

એક હતું ગામ,
જનમ્યું ત્યાં એક બાળ,
જન્મતા ની સાથે જ માતા ની ગઈ શ્વાસ,
પહેલા સ્પર્શ થી પિતા એ પણ લીધા છેલ્લા શ્વાસ,
ને કહેવાયો તે અપશુકનિયાળ... અપશુકનિયાળ...

કાચબા ની જેમ ડગલાં માંડતો ને બિલાડીની જેમ સ્થાન બદલતો,
ધીમે ધીમે મોટો થયો પણ તોય મળ્યો ન કોઈનો સાથ, કારણ અપશુકનિયાળ... અપશુકનિયાળ...

જ્ઞાન મેળવવા એણે શરૂ કરી નિશાળ,
જાતે ભણ્યો ને જાતે ગણ્યો પણ ન કોઈને સ્વાદ, કારણ અપશુકનિયાળ... અપશુકનિયાળ...

સ્વભાવે નરમ ને મદદે પ્રથમ,
તોપણ ન કોઈને તેની કદર, કારણ અપશુકનિયાળ... અપશુકનિયાળ...

મહેનત કરી ભાથું કરતો ને જાનવરો ને સાથી ગણતો,
ગામ ને પોતાનું ઘર સમજતો ને ગામના લોકોને પરિવાર માનતો તોપણ બદલાયું નહિ તેનું નામ, કારણ અપશુકનિયાળ... અપશુકનિયાળ...

કંટાળીને ગામ છોડ્યું પણ જવાની ન કોઈ ભાળ,
રસ્તે મળ્યા એક મહારાજ ને જોતા જ સમજી ગયા આ જ છે અપશુકનિયાળ... અપશુકનિયાળ...

મહારાજે પાણી પાયું ને કહી એને મોટી વાત,
નામ તો હરિ નું પણ છે રણછોડરાય તોય પૂજે છે ને સંસાર, તો પછી ક્યાંથી અપશુકનિયાળ... અપશુકનિયાળ...

મહારાજ નો આભાર માન્યો ને વળ્યો પાછો ગામ,
એને જોઈ બોલી ઉઠ્યા ગામ, લો આવ્યો પાછો અપશુકનિયાળ... અપશુકનિયાળ...

મુખ પર માંડ્યું સ્મિત ને કર્મો થી બાંધી પ્રીત,
કરશે એ જ જે છે હરિ ની રીત, ભલે પછી ગમે તે કહે અપશુકનિયાળ... અપશુકનિયાળ...

એક વાર ની વાત,
ગામ માં પડી ધાડ પણ ન થઈ તેમની ઈચ્છા પાર, કારણ અપશુકનિયાળ... અપશુકનિયાળ...

નળ્યો ધાડપાડુઓ ને પણ આ ખાસ,
ભાગ્યા છોડી ગામ, હવે ગામ ને કિંમત સમજાઈ કે આ નથી કોઈ અપશુકનિયાળ... અપશુકનિયાળ...

હતી અમારી અંધશ્રદ્ધા ની આંખ કહી માફી માંગે ગામ, ને ખુશી થી વધાવ્યો અપશુકનિયાળ... અપશુકનિયાળ...

તોહ, શબ્દો ની રમત કે નામ ની ગમ્મત, છે માત્ર આમ,
કરો કર્મ, રહો નિષ્પક્ષ એ જ છે ખાસ વાત,
નહિતર બધું રહેશે અપશુકનિયાળ... અપશુકનિયાળ...
#અપશુકનિયાળ

-- Kirtipalsinh Gohil

https://www.matrubharti.com/bites/111553026

Kirtipalsinh Gohil લિખિત નવલકથા "અપશુકનિયાળ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/24608/the-ominous-by-kirtipalsinh-gohil

Gujarati Story by Kirtipalsinh Gohil : 111625001

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now