યાદ છે આજે પણ
કોલેજનું એ પ્રાંગણ
એ પ્રાંગણમાં હતી
બગીચાની રળિયામણ
ને ત્યાં તારી આવનજાવન
બગીચામાં હતી એક બેઠક
એ હતું તારું આસન
જોઈ ત્યાં તને હંમેશ
હરખાતું મારું મન
પ્રત્યક્ષ ન કરી કદી વાત
પણ આંખોએ જોઈ તારી વાટ
સમય સરતો રહ્યો, ને
આવી જીવનની સાંજ
હજીયે વહે છે નીર
જ્યારે દેખાય એ બેઠક

-Mir

Gujarati Poem by Mir : 111624715

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now