મળી સ્વજનોની છાયા ને મિત્રોની માયા,
ઘડી બે ઘડીમાં એવાં વર્ષોના વહાણાં વાયા!
મળવું શું ને છૂટવું શું, વિસરાય સમય સાથે,
ગમન-આગમનનો ભેદ કળી શકે તે જ ડાહ્યા!
ગમા-અણગમાના સ્વાદ ઉમેરી પી લીધા,
અનુભવો અવનવા વિધાતાએ જે પાયા!
આત્મવૃધ્ધ થઇશું કે થઇશું માત્ર દેહવૃધ્ધ
પણ 'ઘરડા'માંથી નીકળી જાય 'ઘર'ની કાયા.
સ્ફૂર્તિ,ઉત્સાહ,જોમ ટકાવ્યા હોય ભલે,
આદર, સન્માનથી વડીલ જ કહેવાયા !
સમજવો રહ્યો અર્થ સાચો 'ઘડપણ'નો,
ઘડાયા છીએ, પણ મોડા પડ્યા,હવે ધાયા,
ઘાટ ઉતારો અને ફરી શીખવજો, તમે
કલા ઘાટ ઘડવાની દેવકીના જાયા!

-- વર્ષા શાહ

Gujarati Poem by Varsha Shah : 111624670

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now