" બત્રીસ લક્ષણો " ઘણીવાર આ શબ્દ રોજબરોજના જીવનમાં સાંભળ્યો હશે. પણ ક્યાં ક્યાં અને કેવા કેવા લક્ષણો એ ક્યારેય જોયા કે સાંભળ્યા નથી.

આપણે " મનુષ્યમાં બત્રીસ લક્ષણો હોય " કહીયે છીએ ખરા પણ ક્યાં ક્યાં લક્ષણો છે એ કોઈ જાણતું નથી. એમાના ઘણા લક્ષણો આપણે પશુ પક્ષીઓ પાસેથી પણ લેવાના છે. તો આવો જોઈએ એ બત્રીસ લક્ષણો.....

મનુષ્યના પાંચ લક્ષણો
૧) ક્ષમા
૨) સત્ય
૩) ધીરજ
૪) વાકપટુતા
૫) સ્વમાન

કાગડાના પાંચ લક્ષણો
૬) લાજ
૭) ચંચળતા
૮) સમય પરીક્ષા
૯) અવિશ્વાસ
૧૦) એકતા

કુતરાના છ લક્ષણો
૧૧) અલ્પનિદ્રા
૧૨) વફાદારી
૧૩) સાહસ
૧૪) ચપળતા
૧૫) કૃતજ્ઞતા
૧૬) સંતોષ

મોરના સાત લક્ષણો
૧૭) દેખાવમાં સુંદર હોવું
૧૮) ઉચ્ચ સ્થાને બેસવું
૧૯) શત્રુને મારવો
૨૦) યુક્તિપ્રયુક્તિ જાણવી
૨૧) મધુર સાંભરણ કરવુ
૨૨) સુઘડતા રાખવી
૨૩) સ્વસ્થ રહેવું

કુકડાના ચાર લક્ષણો
૨૪) વહેલા ઉઠવું
૨૫) પરિવારનું ભરણપોષણ
૨૬) સ્ત્રી પ્રેમ
૨૭) યુદ્ધમાં અડગ રહેવું

ગધેડાના ત્રણ લક્ષણો
૨૮) મહેનત
૨૯) દુઃખને ગણવું નહીં
૩૦) સંતોષી જીવન

બગલાનું એક લક્ષણ
31) ધ્યાન

સિંહનું એક લક્ષણ
32) પરાક્રમ કરતું રહેવું


- રોહિત ભાવેશ

Gujarati Blog by ભાવેશ રોહિત : 111623984

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now