કેટલું સરળ હોય છે ને રાખ થયા પછી.
નડતા નહિ આપણે કોઈને આંખ વહ્યા પછી.
સમયે પણ ભુલાય જાય તારીખ વાર ગયા પછી.
કેટલું સરળ હોય છે ને રાખ થયા પછી.
લોકો પણ ઓછું બોલે છે દેહ ખાખ થયા પછી.
જાણે અજાણે વળગણ રહે ખાટલામાં પડયા પછી.
ભાન ક્યાં હોય છે? એને પથારી વશ થયા પછી.
કેટલું સરળ હોય છે ને રાખ થયા પછી.
કે હું યાદ પણ ના રહું સ્મૃતિમાં, સ્મશાને ગયા પછી
પૂછજો એને જે હજી ફરિયાદ કરે છે મારી
લાગણીમાં રહી ગયા પછી.
કેટલું સરળ હોય છે ને રાખ થયા પછી.
હવે તો કોઈ પૂછતું જ નહીં આ દેહ છોડી ગયા પછી.
બસ એક આશ હોય છે મનના ઓરતા પુરા થયા પછી
કેટલું સરળ હોય છે ને રાખ થયા પછી.
જપે છે પ્રેમમાં રાધે ક્રિષ્નાને સંગ, સાથનું અંતર છોડ્યા પછી
લે છે પ્રેમનું નામ કેમ કરો એને બદનામ બીજાના થયા પછી.
ગાયત્રી પણ જોઈ રહી છે બધુ જ કામ થયા પછી.
લોકો બદલાતા દુનિયા કહી રહી દામ વધતા ગયા પછી.
-Gayatri Patel

Gujarati Poem by Gayatri Patel : 111619990

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now