આયુર્વેદ અને એલોપેથી, વિશ્વાસ કરીએ કે ઈલાજ કરીએ?

થોડાક મહિનાઓ પહેલાં મને ચામડીનો રોગ થયેલો.
ખુબજ ખંજવાળ આવે અને ખંજવાળો તો લોહી નીકળે.

લીમડાના પાન ગરમ પાણીમાં નાંખી રોજ ન્હાવો, મટી જશે એવું કોક વડીલે કહ્યું, એટલે 1 મહિનો એમજ કરતો રહ્યો. પણ ખંજવાળમાં કોઈ રાહત મળી નહીં.

છેવટે ડરમેટોલોજીસ્ટ એટલે ચામડીના રોગના ડોક્ટરને મળીને દવા ચાલુ કરી, એક મહિનામાં બધું મટી ગયું.

એમના કહેવા પ્રમાણે ચામડીના રોગમાં તકલીફ અંગરિક હતી, બાહ્ય નહીં, એટલે દવાગોળી લો તો અંદરથી રોગ મટે.

મારી ધર્મપત્નીને એક વખત વજન ઉતારવા માટે કોઈએ એક વિશેષ કાઢો ભૂખ્યા પેટે પીવાની અમૂલ્ય સલાહ આપી, કાઢો શરૂ થયો અને સાથે જ શરીરની અમુક બીજી તકલીફો જે નહોતી અને કાઢો શરૂ કર્યા પછી શરૂ થઈ. આ તકલીફોને લીધે કાઢો છેવટે બંધ કરવો પડ્યો.

મારા પપ્પા ડાયબટિક હતા. વર્ષોથી એક ઔષધિ ‘કડુ અને કરિયાતું’ કાઢો બનાવીને પીતા હતાં એટલે મદુમેહ કંટ્રોલમાં રહે, છેવટે જ્યારે બેઉ કિડની ફેલ થઈ જે એમના મૃત્યુનું કારણ પણ બની ત્યારે ડોકટરે એવું કહેલું કે કોઈ આયુર્વેદ દવા લાંબા સમયથી લેતા હોવ તો કિડની ડેમેજ કરે.

પથરીનો રોગ મટાડવા મારા મમીએ ઘણા ઉપચાર કર્યા હતાં પણ કોઈ ફેર નહીં પડતા એલોપથી દવા ચાલુ કરી અને મૂત્ર મારફતે પથરી નીકળી ગઈ.

હરસ, મસા, ભગંદર દૂર કરવા માટે અનેક જાહેરાતો છાપામાં આવતી હોય છે જે દર્દ વગર તકલીફ દૂર કરવાના દાવા કરે છે, એવા દર્દીઓને મેં 10- 15 વર્ષ પછી સર્જરી કર્યા પછી જ આરામ થયો એવું નજરે જોયેલું છે.

મારા મત પ્રમાણે આયુર્વેદ રોગ થાય જ નહીં એવી વિધિ સુધી યોગ્ય છે પણ રોગ થાય ત્યારે મટાડવા તો એલોપેથી જ કારગર નીવડે છે.

તમારા અનુભવ કેવા રહ્યાં છે?

Gujarati Blog by Mahendra Sharma : 111619536
પ્રિયાંશી સથવારા આરિયા 3 years ago

આયુર્વેદ કે એલોપેથી માણસનો સમય આવે ત્યારે કોઈ કામ નથી આવતી એવું મારુ માનવું છે

Mahendra Sharma 3 years ago

હું દવા લેતો નથી, બસ સવારે ચા માં આદુ અને તુલસી નાખું છું , મમીએ કહેલું આદુ તુલસી પીવાય તો તાવ આવે નહીં, શરદી થાય નહીં

Bhavesh 3 years ago

કહેવાનો મતલબ આયુર્વેદ અસરકારક છેજ પણ હાલમાં આયુર્વેદ ના નામે એક ધુતારો વર્ગ પણ છે જે પૂરી માહિતી વગર ઉપચાર ચાલુ કરી દે છે ને રીઝલ્ટ બતાવવા આયુર્વેદ ને એલોપેથી મીકસ કરે છે ને ઘણીવાર પરિણામ રૂપે આડઅસર બાકી આયુર્વેદ માં એટલી તાકાત ના હોત તો ચરકસંહિતા ની આટલી વેલ્યુ ન હોત

Bhavesh 3 years ago

Mahendrabhai ekj પ્રશ્ન hal covid mate tame or motabhagno varg kai દવા le chhe? Safety purpose thi?

Shefali 3 years ago

સાચી વાત છે દરેક વખતે આયુર્વેદ કારગત નથી નીવડતું. ઘણી વાર એમાં પણ સ્ટીરોઇડ વાપરવામાં આવે છે જેની યોગ્ય જાણકારી વિના વિશ્વાસ મૂકીને એનો અમર્યાદિત ઉપયોગ કરીએ છીએ જે આગળ જતાં નુકસાન કારક સાબિત થાય છે. તો ઘણા કેસમાં એવું પણ જોવા મળે છે કે એલોપેથી ફક્ત રોગ ને દબાવી દે છે અને આગળ જતાં ફરી એ રોગ માથું ઊંચકે છે ત્યારે એને જડમુળ માંથી કાઢવા આયુર્વેદ તરફ વળવું પડે છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now