ફિલમમાં બે જણા આવ્યાં, ઊભા સૂટકેસ બદલીને
અને પોલીસ તરત આવી ચઢી ત્યાં વેશ બદલીને

નથી વનવાસ લીધો કે નથી એ ગુપ્તવાસી પણ
ઘણા ફરતા રહે છે આજીવન એડ્રેસ બદલીને

તમે સુટ , બૂટ ને ટાઈ બદલવામાં ચૂકી જાશો
અમે ચાલ્યાં નવો ઝભ્ભો ,જૂતા ને ખેસ બદલીને

વિકસતા શહેરનો રાક્ષસ ઉભો છે સીમને ખાવા
હવે ખેડૂતો લઈ આવ્યાં છે રિક્ષા ભેંસ બદલીને

સમસ્યા માત્ર શિક્ષણ,શિસ્ત,આદરની હતી 'સાગર'
તમે શું ફર્ક લાવ્યાં સ્કૂલનો ગણવેશ બદલીને
રાકેશ સગર, સાગર ,વડોદરા

Gujarati Poem by Rinku Panchal : 111618548

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now