તમે જેને કહ્યો અભણ એ સમજદાર બની ગયો છે,
હળને ચલાવતો ખેડૂત, તલવારની ધાર બની ગયો છે.

આપ્યા યત્ન તમે હજાર, દબાવ્યો છે એને ખૂબ તમે,
ખેડૂતનો એક હુંકાર, સદનમાં હાહાકાર બની ગયો છે.

પડ્યા એની પીઠ પર ધોક્કો, હાડકા ભાગ્ય તમે તેના,
તમારા અભિમાન સામે, ખેડૂત એકતાર બની ગયો છે.

પાણી માગ્યું એ દેવતાએ, તમે એને પુરી દીધી જેલમાં,
એ ખેડૂતનો તમારા માટેનો પ્યાર ધિક્કાર બની ગયો છે.

વચેટિયાઓ દલાલી કરે, ખેડૂતને યોગ્ય ભાવ ન મળે,
જુવો એની સામે એ લીલો બાગ, ખાર બની ગયો છે.

મનોજ આ ખેડૂતની મહાનતા છે કે આપે છે એ અન્ન,
એ સ્મિતથી ભરેલો ચહેરો આજ દુકાળ બની ગયો છે.

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by SaHeB : 111618210

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now