"તૈયાર રાખજો "

શબ્દો ની મહેફિલ સજાવી દોસ્તો માટે હું આવું છું,
એકાદ શાયરી તમે પણ જરૂર તૈયાર રાખજો.

મેળવવી કોઈ સફળતા અતિ સિગ્રહ જો તમારે,
સત્યને કર્મનિષ્ઠ કેરો જીવન મંત્ર તમે હમેશા રાખજો.

ના ઉકેલી શકો ભેદ ભરમ દુનિયા દારી ના તમે તો ચાલશે,
સંયમના ભેદ-ભરમ રૂદિયા કેરી જાનકારી જરૂર રાખજો.

સજાવ્યું આનંદ અને અતિ ઉમંગથી આ ઘર ને તમે,
એકાદ ગુણા ને મારી યાદો થી તમે સજાવી ને રાખજો.

સમર્પિત કરું છું જીવન મારું બદલામાં આશ એક,
થોડીક ક્ષણો નો યાદોની મારા માટે પણ જરૂર રાખજો.

દિલમાં હિલોળે મચ્ચો ગમનો સાગર છતાં સ્મિત ચહેરા પર મારુ,
બદલામાં એક ઈચ્છા દિલમાં તમારી એકાદ યાદ મારી તાજી રાખજો.

વર્ષે છે વરસાદ સ્નેહ ઘણો, મૂશળધાર "મિત્ર" તણો,
ક્યારેક સ્નેહ કેરા વરસાદે ભીજાવાની પણ તૈયારી રાખજો તમે.

{ ✍️મનિષ કુમાર "મિત્ર" "28,11,2020 🙏🙏}

Gujarati Poem by मनिष कुमार मित्र

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now