" અનુભવ "

અનુભવ સારો હોય કે ખરાબ, આપણને કૈક શીખવાડતો જાય છે. ઘણા અનુભવ એવા પણ હોય છે જે આપડે ક્યારેય ભૂલી શકતા નથી કે પછી જાતે ક્યારેય ભૂલવા માંગતા નથી.

પણ હું તો એને જ હોશિયાર ઘણીશ જે વ્યક્તિ પોતાના ખરાબ અનુભવ માંથી કૈક હકારાત્મક પ્રેરણા મેળવી ને એ કડવા અનુભવ ને મીઠી યાદો માં પરિવર્તિત કરી દે.

ઘણીવાર કડવા અનુભવ પણ યાદ રાખવા યોગ્ય હોય છે, જે તમને તમારા ખરાબ સમય નો વારંવાર યાદ અપાવે છે. હાલની ખુશી માં તમને તમારા એ અનુભવ તમને એ ખુશી ને કાયમ માટે તમારી સાથે સાંકળી રાખવા માટે તમને પ્રોત્સાહિત કરે છે.

દરેક અનુભવ સારા હોય એવું પણ નથી હોતું ઘણા અનુભવ એવા હોય છે કે જેને ભૂલી જવાય એમાજ મજા હોય છે. જો તમે એને ભૂલી જાવ તોજ જિંદગી માં આગળ વધી શકો.
એવું પણ નથી કે તમે ત્યાંજ અટકી જાવ પણ એ આપણે આપણા દ્યેય સુધી પહોચવામાં આડા આવી શકે છે. માટે સારા અનુભવ નું ઉદાહરણ લઇ અને ખરાબ અનુભવ ને એક સપના ની જેમ ભૂલી જઈને પોતાના દ્યેય પ્રાપ્ત કરવા મહેનત કરીએ.

હોશિયાર માણસ પોતાની ખબર પરિસ્થિતિ ને પણ એક તક તરીકે જોતો હોય છે, એ પોતાના એ અનુભવો માંથી પણ કંઈક શીખી લેવાની ઈચ્છા ધરાવતો હોય છે. તે વ્યક્તિ એવું વિચારતો હોય છે કે કુદરતે એ તેને આ એક તક આપી છે.

Gujarati Motivational by ભાવેશ રોહિત : 111617476

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now