હું માટી માં થી આવ્યો છું ને માટી માં જો ભળવું છે તો ભળી જવા દો,
હું જીવ છું, જીવી થાક્યો છું જો મારે શિવ ને મળવું છે તો મળી જવા દો.

હું જે જે શબ્દો બોલ્યો છું હું કાયમ એના ઉપર કાયમ રહ્યો, પરંતુ,
મેં મારી આંખે સૌ ને ફરતા જોયા છે, જો હું ય ફરું તો ફરી જવા દો.

વાતે વાતે મરવા ની હું વાતો કરતા કરતા સઘળા ઘાવ સહી ગ્યો,
લો, પીઠ હજી છે ખુલ્લી મારી, ખંજર કોઇ બાકી હો તો ઘુસી જવા દો.

માન્યું કે હું ખૂબ રડ્યો છું, અજવાળા માં, અંધારા માં, ટોળા માં ને એકલતા માં,
પણ આજ આપ ની સામે થોડો ઢીલો પડ્યો છું પ્રથમ વખત તો રડી જવા દો

Gujarati Poem by હરેશ ચાવડા : 111617416

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now