👉 અંજામ ખબર છે કે નથી એ વાત અલગ છે . પણ આજે અમુક વ્યવસ્થા નો અતિરેક દિવાર બનતો જાય છે . જીવનના તમામ પગથિયાં પર આજે આપણે એનું જ સ્વમરણ થાય છે . વાસ્તવિકતાનો મહેલ ખંઢેર બનવા લાગ્યો છે અને અભાષિતા માનસપટલના સિંહાસન પર બિરાજમાન છે .

આજે સંબંધ રૂંધાય રહ્યા છે . અને જીવન બની રહ્યા છે આભાષી . લાગણીહીનતા લાગણીસીલના મુખવટા પહેરી ને આવી છે છતાં ઓળખાતી નથી . કારણ કે વિચાર જ આભાષી થતા જાય છે . આજે આપણે ગુલામ છીએ . આ તમામ વ્યવસ્થાના . એક મિનિટ પણ તમારી પાસે નથી કે કોઈને ફેસ કરી શકવાની . માણસ તડપી જતો હોઈ છે છતાં , પોતાની કુરબાની આપવી નથી ગમતી .

કહેવાનું એટલું જ છે કે દુનિયામાં સંબંધ આજે ખૂબ લુપ્ત થતો જાય છે . અને બનાવટી સંબંધ ના બગીચા બનવા લાગ્યા છે . જ્યારે સમજાય છે ત્યારે ખબર પડે છે આ બગીચા નહિ , બાવળના જુન્ડ છે ......

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by SaHeB : 111617193

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now