જ્યારે પણ આ કવિતા સાંભળું અથવા વાંચું છું ત્યારે એક અલગ ઉર્જા પેદા થાય છે. જીવનમાં દરેક પરિસ્થિતિમાં હસતા રહેતા શીખવાડે છે. મારી 4 વર્ષની દિકરીને પણ આ કવિતા મેં શીખવાડી છે. ગમેતેવી પરિસ્થિતિ હોય ક્યારેય હાર નહિ માનવી સુખ દુઃખ આવ્યા કરે પણ હંમેશા મોજમાં જીવવું. તમારી પાસે જે છે એમાં ખુશ રહેવું. બીજાની ખુશીમાં પોતાની ખુશી શોધશો તો હંમેશા દુઃખી થશો માટે પોતાના દુઃખમાં પણ ખુશ રહેતા શીખો.

ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને
કદી ધીરેથી પૂછે કે કેમ છે ?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપરથી કુદરતની રહેમ છે.

ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મોજ;
એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું
લાગ્યા કરે છે મને રોજ,
તાળું વસાય નહીં એવડી પટારીમાં
આપણો ખજાનો હેમખેમ છે….

આંખોમાં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી;
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ
નથી પરવા સમંદરને હોતી,
સૂરજ તો ઊગે ને આથમી યે જાય
મારી ઊપર આકાશ એમનેમ છે….

ધ્રુવ ભટ્ટની...
આ સુંદર રચના

Gujarati Poem by ભાવેશ રોહિત : 111616276

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now