ડૉ, ભાવેશ જેતપરીયા એ ભાટી એન વિશે.
=========================
હોય કલરમાં ઘાટી
ઈ પાઘડીને આંટી.

સૌના છે સૌ ઓળખે,
અમારા જીગરી ભાટી.

નખ કલમ રંગરેખ,
કાગજની હો પાટી,

જીવન લ્હેરું ઉમટે,
એને વેદનાયું દાટી.

મંદિર કે મસ્જિદ,
લઈ ચરણરજ છાંટી,

ચેલેન્જર આ માનવી,
ક્ષણક્ષણ ખુશિયા બાટી.

લીલાં પાને જીંદગી,
મ્હેદી માનીને વાટી.

બદલાવી ઉથલાવી,
તસ્વીરની પરિપાટી.

છે કસ્તુરી આ મૃગ,
ઈ વાંકાનેરની માટી.

ડૉ, ભાવેશ જેતપરીયા

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111616052

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now